અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રોહન જેન્તી વસાવાને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો.જેથી તેઓ તેઓની માતા,બહેન અને માસી સાથે અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં રહેતા અને દશા માતાજીની પૂજા કરતા ભુવા પુષ્પાબેન વસાવાને ત્યાં ગયા હતાં.જ્યાં પુષ્પાબેને રોહન વસાવાને તેણે પહેરેલ સોનાની ચેઇનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું સોનાની ચેઇન વિધિના નામે મુકાવી હતી.