ભરૂચ એલસીનીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરમાં સંજાલી ગામના મહારાજા નગર સાનિધ્ય કોમ્પલેક્ષમાં જય ભેરવનાથ વાસણ ભંડાર નામની દુકાન વાળા ગોડાઉનમાં સાગર શાંતિલાલ ખટીક ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ ચલાવે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 31 નંગ સિલિન્ડર તેમજ રિફીલિંગ પાઇપ,વજન કાંટો મળી કુલ 34 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને સાગર શાંતિલાલ ખટીકને ઝડપી પાડયો હતો.