આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ યુનિવર્સિટી પોલીસે તેમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઘંટેશ્વરથી 150 ફૂટ રીંગ રોડ પર જતાં એક શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડી તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ટ્રક મોબાઈલ તેમજ દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 39,72,800નો મુદ્દામાલ કબજે કરી આરોપીને અટકાયતમાં લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.