પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ હજુ સુધી ન આવતા અને હાઇકોર્ટે પગાર વધારાનો ચુકાદો આપી દીધો હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી આ મામલે કાર્યવાહી ન થતા આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ આંગણવાડી કાર્યકર બહેનો કલેકટર ઓફિસે પહોંચ્યા હતા અને કલેક્ટરશ્રીને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું.