શહેરમાં ભારે વરસાદના કારણે લલુડી વોકળી વિસ્તારમાં ભરાઈ ગયેલા પાણીમાં આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ એક છકડો ફસાઈ ગયો હતો. જેને આસપાસના વિસ્તારવાસીઓએ અને છકડો ચાલકે ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીને કારણે વાહન ચાલકો ભારે પરેશાન થાય છે,ત્યારે મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણી કાઢવાની કામગીરી ઝડપી બનાવવામાં આવે તેવી માગણી વાહનચાલકો દ્વારા કરવામાં આવી છે.