વિજાપુર સાબરમતી નદી મા પાણી નો ઘસમસતા પ્રવાહ અને દેરોલ પુલ ની ક્ષતિઓ ના કારણે મેહસાણા થી હિંમતનગર અવર જવર કરતા તમામ વાહનો સદંતર બંધ કરવા માં આવ્યા છે. વાહનો ને અવર જવર માટે અગાઉ મોટા વાહનો ને જવા માટે ડાયવર્ઝન જાહેર કરેલ માર્ગ નો વાહનો એ ઉપયોગ કર્યો હતો. આજરોજ રવિવારના સવારથી જ દેરોલ પુલ ને બંધ કરાયો હતો. જેના કારણે આજે બપોર બે કલાકે ઘણા વાહનો ને પોલીસ ચેક પોસ્ટ થી પરત મોકલ્યા હતા.