ભાવનગર નીલમબાગ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેરોલ ફર્લો ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચાવડીગેટ થી એસટી બસ સ્ટેન્ડ તરફ જવાના રસ્તા પર એક શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. પોલીસે આ શખ્સ અંગે તપાસ કરતા જીએસટીના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસતો ફરતો હોય જેને ઝડપી લઇ નીલમબાગ પોલીસ મથક ખાતે સોંપી આપી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.