ગુરુવારે બપોરે નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પર કોન્ટ્રાક્ટરો ધારાસભ્યના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું કોઈ કોન્ટ્રાક્ટર માટે ભલામણ નથી કરી રહ્યો.ટેન્ડર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવે છે.