સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા પોતાના વિસ્તાર લીલીયા-પુંજાપાદર માર્ગ, પુંજાપાદર-ભેંસવડી અને પુંજાપાદર-આંબા જંકશન માર્ગ પર કરોડો રૂપિયાના વિકાસ કાર્યો હાથ ધરાયા છે. ₹12 કરોડના ખર્ચે નવો બ્રીજ અને બજારનો સી.સી. રોડ તેમજ ₹3 કરોડના ખર્ચે ટ્રાયએન્ગલ બ્રીજનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ કામોથી લીલીયા જનતાની વર્ષોથી ચાલી આવતી માંગણી પૂરી થવા જઈ રહી છે.