અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ માનવ રાકેશ ચૌહાણ અને ધવલ ભરત જાદવ અંકલેશ્વર બસ સ્ટેશન તરફ આવે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને ભરૂચના દાંડિયા બજાર સુથીયાપુરા ખાતે રહેતો માનવ ચૌહાણ અને ધવલ જાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.