કડી પંથકમાં વરસાદ બાદ ઠેર ઠેર રોડ અને રસ્તાઓની હાલત બદ થી બદતર થઈ ગઈ છે.ત્યારે વાત કરવામાં આવે તો કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલ જકાતનાકાથી લઈ નરસિંહપુરા બ્રિજ સુધી રોડ પર મસ મોટા ખાડા પડી ગયાં છે.જેના કારણે લોકો હાલતો હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે લોકોએ મીડિયા સમક્ષ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.તેમજ તંત્ર પાસે ઝડપથી ખાડા પૂરવામાં આવે તે માંગ કરી હતી.ઉલ્લેખની છે કે કડી કલ્યાણપુરા રોડ ઉપર જકાતનાકા ની આજુબાજુ ગીચ રહેણાંક વિસ્તાર છે તેમજ સ્કૂલો આવેલી છે.