ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે જુદાજુદા માર્ગ અકસ્માતમાં બનાવો સામે આવ્યા છે જેમાં ખેડાના મહીજ નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનુ મોત નિપજ્યુ છે. જ્યારે માતરના હેર જ ખાતે બાઈકની ટક્કરે 10 વર્ષના બાળકનું કરુણ મૃત્યુ થયો છે જ્યારે પિતરાઈ ભાઈ ગંભી રીતે ઈજાગ્રસ્ત થયો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.