ભાવનગર શહેરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી દબાણો હટાવવામાં આવ્યા હતા. જે દબાણ હટાવવાની કામગીરીને લઈને લારી અને પાથરણા ધારકોમાં નાસભાગ મચી હતી. જેને લઇ મોટી સંખ્યામાં નાના વેપારીઓ દ્વારા સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.