જિલ્લામાં યોજાયેલા ભાદરવી પૂનમના મેળામાં પાલનપુર એસટી વિભાગ એ 4.4 કરોડ રૂપિયાની આવક મેળવી છે એસટી વિભાગના નિયામક કિરીટ ચૌધરી આજે બુધવારે 4:00 કલાકે વિગતો આપતા જણાવ્યું હતું કે ભાદરવીના મેળામાં 2039 બસ દોડાવીને 19171 ટ્રીપનું સંચાલન કર્યું હતું જેમાં 8.90 લાખ મુસાફરો એ મુસાફરી કરી હતી અને એસટી વિભાગને રૂપિયા 4.4 કરોડની આવક થઈ હતી.