સાવરકુંડલા ભૂવા રોડ (નાવલી બ્રિજથી દરવાજા સુધી) ના અદ્યતન નવીનીકરણ માટે રાજ્ય સરકાર તરફથી ₹12 કરોડની મંજુરી મળી છે. ધારાસભ્ય મહેશભાઈ કારણવાલાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો. લાંબા સમયથી રાહ જોવાતો આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી નાગરિકોને મોટી રાહત મળશે.