વડગામ તાલુકા કાલેડા ગામના વિનોદભાઈ પરમાર જે કાલેડાથી વડગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે ધોતા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે બે લાખ રૂપિયા પડી જતા ભારે શોધખોળ હાથ ધરી હતી ત્યારે રોડ પર જતા ઈલીયાસભાઈ ને બે લાખ રૂપિયાની મોટી રકમ રોડ પર થી મળી હતી તે રકમ મૂળ માલિકને મળી રહે માટે મૂળ માણસની શોધખોળ હાથ ધરી હતી ત્યારે કાલેડા ગામમાં પૂછપરસ કરી મૂળ માલિક વિનોદભાઈ પરમાર નામના વ્યક્તિને પરત કર્યા હતા જ્યારે ગામ લોકો અને મૂળ માલિકે ઇલ્યાસભાઈનો આભાર માન્યો હતો