જામનગર શહેરના ધમધમતાં રણજીત રોડ પર આવેલ "બેન્ક ઓફ બરોડા" ના એટીએમ રૂમમાં ગત રાત્રે બે શ્વાનો ઘુસી ગયા હતા. અને સતત ત્રણ કલાક સુધી શ્વાનોએ એટીએમ પર કબ્જો જમાવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ કોઈ હાજર ન હતું, અને બે બે શ્વાનનો કબજો હોવાના કારણે નાણા ઉપાડવા માટે આવનારા લોકો ભયભીત બન્યા..