બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રણમાં પાણી ભરાઈ જતા દરિયા જેવા દ્રશ્યો સર્જાયા હોવાના વિડિયો આજે રવિવારે સાંજે સાત કલાક આસપાસ વાયરલ થયા છે જેમાં નડાબેટ સહિતના આસપાસના વિસ્તારમાં રણમાં પાણી ભરાતા દૂર દૂર સુધી દરિયો હોય તે પ્રકારે દ્રશ્યો જોવા મળ્યા છે.