જાંબુઘોડાના જોટવડ ગામના યુવક ધર્મેન્દ્રભાઈ બારિયા ત્રણ દિવસ પહેલા સુખી નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા,તેમનો મૃતદેહ ત્રણ દિવસની શોધખોળ બાદ ખાખરિયા ગામ પાસેથી મળી આવ્યો હતો.આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ઘટનાની જાણ જાંબુઘોડા પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો જેની માહિતી તા.1 સપ્ટેમ્બર સોમવારના રોજ સાંજે 7 કલાકે પ્રાપ્ત થઈ હતી