આગામી તા.05 સપ્ટેમ્બર, શુક્રવાર ના રોજ ઈદે-એ-મિલાદુન્નબી પયંગમ્બર મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો પવિત્ર દિવસ આવી રહ્યો હોવાથી મુસ્લિમ સમાજ ઉજવણી કરવા થનગની રહ્યો છે. આથી ચાલુ વર્ષ આશિકોમાં ગજબનો થનગનાટ જોવા મળે છે. જામનગર શહેર મુસ્લિમની આન-બાન-શાન જુમ્મા મસ્જિદ સહિત મુસ્લિમ વિસ્તારમાં આવેલ તમામ વિવિધ મસ્જિદો, મહોલ્લા તથા ઘર વગેરેમાં રોશની કરવામાં આવી રહી છે.