ભરૂચ શહેર અને જિલ્લામાં સતત એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો વાગરામાં 3 મી.મી., ભરૂચમાં 4 મી.મી. ઝઘડિયામાં 8 મી.મી, અંકલેશ્વરમાં 1.5 ઇંચ, હાંસોટમાં 10 મી.મી., વાલિયામાં 21 મી.મી. અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન ધીમીધારે ઝરમર વરસાદ વરસ્યો હતો.