This browser does not support the video element.
સોમનાથ મહાદેવ પર ઇન્દ્રદેવનો જળાભિષેક, ધૂધવતો અરબી સમુદ્ર અને હરિત વાતાવરણ ભક્તો માટે અવિસ્મરણીય ક્ષણ બન્યું
Veraval City, Gir Somnath | Sep 5, 2025
સોમનાથ મહાદેવ પર આજે પ્રકૃતિએ અનોખું પૂજન અર્પ્યું હતું. ઇન્દ્રદેવની કૃપાથી વરસેલી મીઠી અમીવર્ષા અને રત્નાકર સમુદ્રની ગર્જના સાથે મંદિર પરિસર હરિયાળી ઓઢીને દૈવી છટાથી ખીલી ઊઠ્યું હતું.આ પવિત્ર ક્ષણે વરુણદેવના જળાભિષેક રૂપે થયેલા વરસાદે મંદિર પરિસરમાં અલભ્ય દૃશ્ય સર્જ્યું. મંદિરના શિખર પર વરસતા વરસાદના ટીપાં, ઘૂઘવતા સમુદ્રના મોજાં અને હરિત વાતાવરણ વચ્ચે સોમનાથ મહાદેવના દર્શનનો અનુભવ ભક્તો માટે અવિસ્મરણીય બન્યો હતો.