અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન પ્રવિણસિંગની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડી.જે.ના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો જેમાં પાંચ વર્ષય નવ્યાનું મોત નીપજ્યું હતું.પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.