જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ પૂર્ણ થતા આજે સવારે સુરેન્દ્રનગર મોટા દેરાસર થી શોભાયાત્રા યોજવામાં આવી હતી.આ શોભાયાત્રા માં જૈન ધર્મના લોકોએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.આ શોભા યાત્રા મોટા જૈન દેરાસર થી દેરાસર ચોક, દેરાસર ચોક થી હેન્ડલૂમ ચોક ત્યાંથી ટાંકી ચોક અને ટાંકી ચોક થી પરત જૈન દેરાસર સુધીની શોભા યાત્રા યોજવામાં આવી હતી.