ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરી નજીક પાર્ટીના કાર્યકરોએ રોડ પર બેસી આજે બપોરના અરસામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું જેના પગલે પોલીસ દ્વારા ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.તાજેતરમાં જ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય હતી.