ભરૂચ શહેર સહિત જિલ્લામાં ગણેશ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે.વિવિધ ગણેશ મંડળોએ પ્રથમ પૂજાતા ગણેશજીની મૂર્તિઓનું વાજતે ગાજતે આગમન યાત્રા કાઢી હતી.જે બાદ આજે ગણેશ ચતુર્થી નિમિત્તે વિવિધ પંડાલોમાં ભગવાન વિઘ્નહર્તાની વિશેષ પૂજાવિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી.અને દશ દિવસ સુધી ભક્તો શ્રીજીની આરાધાનમાં લીન બનશે.