જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાફળીયા ગામે એસ.એમ.સી. પોલીસે મોટી દારૂની રેડ કરી હતી. જેમાંથી ₹1.16 કરોડનો મુદ્દામાલ (15,593 દારૂની બોટલો, 6 વાહનો, મોબાઇલ વગેરે) જપ્ત કરવામાં આવ્યો. આ કેસમાં અમરેલીના ધર્મેશ મનુભાઈ વાળાને મુખ્ય આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તેના સાથીદાર જયેન્દ્ર જિલુભાઈ બાસિયા સહિત કુલ 9 આરોપી ફરાર છે.