કરણ ગામ થી કડોદરા સુધીના બિસ્માર હાઈવેને કારણે ચક્કાજામની સ્થિતિ જોવા મળે છે તેમ હાઈવે ઉપર પડેલા ઊંડા ખાડાઓ રિપેર નહી થતા વધારે જોખમી ખાડાઓ થઈ ગયા છે. જ્યાં રાત્રીના અંધકારમાં ટુ વ્હીલર ચાલક ખાડામાં પડતા રોડ ઉપર પછડાઈ પડતા ગંભીર ઇજાઓ થાય છે તેવા આ ખાડામાં આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં મુંબઈ થી અમદાવાદ જતો મહેન્દ્ર બોલેરો પિકઅપ ટેમ્પો નંબર MH 15 JW 3179 કરણ ગામ પાસે હાઈવે રોડની બાજુમાં ઊંડા ખાડામાં ફસાઈ ગયો હતો.