સુરત એટલે હીરા અને ટેક્સટાઈલ્સ તેમજ જરી ઉદ્યોગ માટે જાણીતું છે, ત્યારે ઝીમ્બાબ્વેમાં વેપાર ઉદ્યોગના વિકાસ માટે ઝીમ્બાબ્વેના ઉપપ્રમુખ જનરલ (નિવૃત્ત) ડૉ. સી.જી.ડી.એન. ચિવેંગાએ સુરતની મુલાકાત લેવાની સાથે સાથે પલસાણાની પણ મુલાકાત લઈને ઐશ્વર્યા મીલના રમેશભાઈ ડુમશિયાના માનવીય અભિગમને બિરદાવ્યો હતો. ઝિમ્બાબ્વેના રફ હીરા સુરત અને મુંબઈમાં બનેલા ઘરેણાં માટે ખૂબ જ યોગ્ય છે. ઝિમ્બાબ્વે ભારત સાથે વિદેશી વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા આતુર છે.