ભાવનગર નજીકના ભંડારીયા ગામમાં આવેલા બહુચર માતાજીના પૌરાણિક મંદિરે જળજીલણી અગિયારસના શુભ દિવસે પરંપરાગત રીતે માણેકચોકમાં મંડપ રોપણ અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયેલા આ કાર્યક્રમ માટે નિજ મંદિરથી વાજતે ગાજતે યાત્રા નીકળી હતી.આ મંદિરની નવરાત્રિની એક આગવી ઓળખ છે, જ્યાં ડિસ્કો દાંડિયાને બદલે માત્ર માતાજીના ભજન-કીર્તન અને ભવાઈ નાટકો ભજવાય છે. માણેકચોકમાં સૌ ભક્તો જમીન પર બેસીને ભવાઈનો આનંદ માણે છે.