નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ ખાતે રહેતા ધુળાભાઈ પૂનમભાઈ તળપદા એકટીવા પર તેમની પૌત્રી જાનકીને પરીક્ષા હોવાથી તેને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા. આ સમયે ચકલાસી ભાગોળ પાસે જ લડી રહેલી બે ગાયોએ એકાએક ધુળાભાઈના મોપેડને અડફેટે લેતા ધુળાભાઈ તેમજ જાનકી માર્ગ ઉપર પટકાયા હતા. જેમાં ઇજાગ્રસ્ત થતા તેમની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.