જાંબુઘોડાના ખોડસલ તેમજ ડુમા ગામમા દીપડાના આતંકથી ભયનો માહોલ જોવા મળ્યો છે ખોડસલ ગામના માનસિગભાઈના ઘર આંગણે મોડીરાત્રે દીપડાએ ઘર આંગણે બાધેલા ભેસના બચ્ચા નો શિકાર કરી મોતને ઘાટ ઉતારતા ફફડાટ ફેલાવા પામ્યો છે ત્યારે ડુમા ગામે સુરેશભાઈના ઘરે પાડાને રાત્રીના સમયે દીપડાએ પાડાનો શિકાર કરી દીપડો ત્યાથી ભાગી છૂટ્યો હતો જ્યારે વન વિભાગે ગ્રામજનોને રાત્રે ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરી છે