સહાય પેકેજમાં નામ ન આવેલા ગામોના સરપંચોને ૮ સપ્ટેમ્બર, સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યે લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજિયાત હાજરી આપવા એસોસિએશન દ્વારા સૂચના આપવામાં આવી છે.આ બેઠકમાં આગળના પગલાં શું લેવા, રજૂઆત કેવી રીતે કરવી તથા સહાય પેકેજમાં બાકાત રહેલા ગામોની સમસ્યાઓ અંગે ચર્ચા થવાની છે. તમામ સરપંચોની હાજરી આવશ્યક ગણાવવામાં આવી છે.