ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારમાં નારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે હિન્દૂ સમાજના લોકો દર્શન માટે આવે છે. સાથે બે મોટી મસ્જિદ આવેલી છે. જ્યાં મુસ્લિમ સમાજના લોકો નમાજ પઢવા આવે છે. તેવામાં અહીંયા ગંદકી અને કચરાના ઢગલા જામે છે. જેમાં મૃત પશુઓ પણ કોઈ નાખી જાય છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક વેપારીઓ અને લોકો દ્વારા મનપા કચેરી સમક્ષ રજુઆત સાથે માંગ કરી હતી.