સુરેન્દ્રનગર મૂળચંદ રોડ પર આવેલ મૈત્રી વિધાપીઠ પાસે મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયાં હોવાથી મૈત્રી વિધાપીઠ માં અભ્યાસ કરવા જતાં વિધાર્થીઓ રસ્તાની બાજુમાં આવેલ વીજપોલ પાસેથી જીવન જોખમે પસાર થઇ રહ્યા છે.ચોમાસાની ઋતુ ને લઈને કોઈ દૂર્ઘટના કે અકસ્માત સર્જાવાની પણ શક્યતા રહે છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.