આજે ૧૨ કલાકે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સાવરકુંડલાના દોલતી ગ્રામસભાને લઈને ફરી વિવાદ વકર્યો છે.સાવરકુંડલાના દોલતી ગામમાં જાગૃત આગેવાન મોહનભાઈ ભરડવાએ ગ્રામસભાની બીજી વખત બેઠક બોલાવવાનો પ્રયાસ કર્યો. પ્રથમ વખત દોલતી ગ્રામસભામાં 300 લોકો એકઠા થયા,જેમા ગ્રામ પંચાયત પર ભ્રષ્ટાચારના વ્યાપક આક્ષેપો કર્યા.આક્ષેપ હતો કે ગ્રામ પંચાયતના કાર્યોમા ઘરની ધોરાજી ચલાવતા રહ્યા છે.ગ્રામજનોની આ વિરોધાભાસી સ્થિતિને કારણે આ બેઠક ફળકારરૂપ સાબિત ન થઈ.