This browser does not support the video element.
મહેમદાવાદ: તાલુકા પંચાયત કચેરી ખાતે એન.આર.એલ.એમ યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો,જેમાં 37,50,000ના ચેક, સેંક્શન લેટર વિતરણ
Mehmedabad, Kheda | Aug 30, 2025
મહેમદાવાદ તાલુકા પંચાયત કચેરી ખાતે એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ભવ્ય કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કક્ષાના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી, બેંક મેનેજરશ્રી તૅમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકાની સખી મંડળના 71 બહેનો હાજર રહ્યા હતા. કેશ ક્રેડિટ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કુલ અંકે 37,50,000 ના ચેક તૅમજ સેંક્શન લેટર વિતરણ કરાયા.