પાલનપુર ખાતે આવેલ પ્રજાપતિ છાત્રાલયમાં ધાંધાર 180 સમાજની સાધારણ સભા મળી હતી જેમાં આગામી સમૂહ લગ્નને લઈ અને કમિટીની રચના કરવામાં આવી હતી ત્યારે આજે સોમવારે 11:00 કલાકે મળેલી માહિતી પ્રમાણે પ્રજાપતિ સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ બંધ કરવા માટેનો ઠરાવ કર્યો હતો જે અંગે સમાજના આગેવાને પ્રતિક્રિયા આપી હતી.