અમદાવાદના યુવકની અંબાપૂર કેનાલ પાસે હત્યા મામલે આરોપીનું એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે.. ગુરુવારે દિવસ દરમિયાન ઘટનાસ્થળે પોલીસ પંચનામું કરવાની પ્રક્રિયા ચાલી હતી. જ્યારે સાંજે 5 કલાક કરતા વધુ સમય સુધી ચાલેલું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું. આ વચ્ચે અમદાવાદમાં રહેતા પરિવારે આરોપીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. ત્યારે ગુરુવારે 2 કલાકની આસપાસ પોલીસ એન્કાઉન્ટમાં ઠાર મરાયેલા સાયકો કિલરની માતાએ નિવેદન આપતા કહ્યું કે,, એ તો એના કર્મમાં આવું જ લખ્યું હશે.