12 સપ્ટેમ્બર ના રોજ સાંજે મળતી માહિતી મુજબ કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા બનાસકાંઠામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર ની સ્થિતિ જોવા મળી રહી છે.ત્યારે કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પૂર ગ્રસ્ત લોકો માટે 4000 થી વધારે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવેલ છે.આ ફૂડ પેકેટમાં ફુલવડી અને મોહનથાળ મળી 500 ગ્રામ ના પેકેટ તૈયાર કરેલ છે.શનિવાર ના રોજ ફૂડ પેકેટ મહેસાણા ખાતે આવેલ ભાજપ કાર્યાલય મોકલાશે,ત્યાંથી અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલાશે.