અમરેલી સ્પે. પોકસો કોર્ટમાં ધારી તાલુકાના નગધ્રા ગામના સુરેશભાઈ ઉર્ફે સુરો સાદુળભાઈ ફાગરડા (ઉ.વ. ૪૫) વિરુદ્ધના કેસમાં જજ ધમેન્દ્ર શ્રીવાસ્તવે ચુકાદો જાહેર કર્યો. આરોપીને પોકસો તથા અપહરણ તથા અન્ય ગુનાઓ સાબિત થતા ૧૦ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧,૦૦,૦૦૦ નો દંડ ફટકારાયો છે.