ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે ત્યારે અંબાજી જતા પદયાત્રીઓ માટે અનેક સેવા કેમ્પો પાલનપુર અંબાજી હાઈવે ઉપર આવેલા છે ત્યારે પેથાપુર નજીક પાટણના સરદાર પટેલ સેવા કેમ્પે આકર્ષણ જમાવી છે જ્યાં ભક્તિની સાથે દેશભક્તિ જોવા મળી રહી છે સરદાર પટેલ સેવા કેમ્પના ડોમ તિરંગાની થીમ ઉપર બનાવવામાં આવે છે છેલ્લા આઠ વર્ષથી આ કેમ્પ કાર્યરત છે અને અહીંયા લોકોને દેશી ભોજન આપવામાં આવે છે ત્યારે આજે બુધવારે પાંચ કલાકે સેવા કેમ્પના સમગ્ર બાબતે પ્રતિક્રિયા આપી હતી.