ચલથાણ ગામથી ડીંડોલી તરફ નહેર વાળા રોડ પર એક હ્યુન્ડાઈ વર્ના કાર નંબર GJ 10 DJ 6100 કરાડા ગામની સીમ માંથી પસાર થઈ રહી હતી દરમ્યાન અચાનક કુતરું રોડ ઉપર આવી જતા કાર ચાલકે કૂતરાને બચાવવા અચાનક બ્રેક મારી પરંતુ વરસાદી માહોલ હોવાથી કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુ માંથી પસાર થતી ઉકાઈ કાકરાપાર ચલથાણ બ્રાંચ નહેરમાં કાર ઉતરી ગઈ હતી સદનસીબે નહેરમાં પાણી ઓછું હોવાથી કાર ચાલક અને સાથે રહેલા તમામ ઇસમો હેમખેમ બહાર આવી આવ્યા હતા.