લીંબડી થી ચુડા તરફ જવા શોર્ટ કટ રસ્તો એટલે લિયાદ રોડ જે આ વર્ષે ભારે વરસાદના કારણે ધોવાણ થતા મોટા ભાગનો રોડ તુટી ગયો છે. આ રોડ પર લીંબડી ચુડા તરફ જવા આવવા માટે લિયાદ લાલિયાદ ગોખરવાળા સહિત ના ગામડાઓમાં થી આવતા લોકો ખાસ કરીને ખેડૂતો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તાની બંને બાજુ સાઇડ તુટી ગઇ છે. ખાડાઓ અને ગાબડાંઓ પડ્યા છે આ બાબતે રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના નેતા નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી અને વહેલી તકે આ રસ્તા નુ નવીનીકરણ કરવા માગ કરી છે