શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગુરૂવારે પાનમ ડેમમાં ૮૨૭૯૫ ક્યુસેક જેવી પાણીની નોંધપાત્ર આવક થતાં રૂલ લેવલ જાળવી રાખવા માટે ગુરુવારે બપોરે પાનમ ડેમના છ દરવાજા ૧૦ ફુટ સુધી ખોલી ૮૫ હજાર ૨૦ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું.તે સમયે પાનમ ડેમની જળસપાટી ૧૨૭.૨૫ મીટર હતી,પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાવચેતીના ભાગરૂપે પાનમ નદી કાંઠા વિસ્તારના ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરાયા હતા.