સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ખેરાળી ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે ત્યારે આમ આદમી પાર્ટી ટીમ દ્વારા ગામની મુલાકાત લઇ સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતી ત્યારે સ્થાનિક મહિલાઓએ વિસાવદર વાળી કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.