વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટના સર્જાય હતી. જેમાં 108 ઇમર્જન્સી સેન્ટર નજીક ડમ્પર ચાલકે અડફેટે લેતા મહિલા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ બંને મહિલાને ગાડી મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર હતો,. જોકે તપાસ કરી અકસ્માત સર્જનારની પોલીસે ધરપકડ કરી.