દસાડા તાલુકાના દેગામ-પીપળી ગામ વચ્ચે રૂ.8.32 લાખના ખર્ચે અંદાજીત 10.50 કિલોમીટરનો રોડ નવ નિર્માણ પામી રહેલ છે જે ગત તા.08-05-2025 ના રોજ આ રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું ત્યારે હજુ તો કામની પુર્ણાહુતી પણ નથી થઈ ત્યાં એક બાજુથી રોડ સંપૂર્ણ રીતે જમીનદોસ્ત થયો છે ત્યારે નવ નિર્માણ થયેલ રોડ નિર્માણ થયાના ગણતરીના દિવસોમાં જ જમીન દોસ્ત થતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉભા થવા પામ્યા હતા.