કરણ ગામની સીમમાં આવેલ કરણ પાટીયા પાસે નાકા બંધી કરીને બેઠા હતા દરમ્યાન એક નંબર પ્લેટ વગરની મારૂતી સુઝુકી કંપનીની બ્રેજા ફોર વ્હીલ કારના ચાલકે દૂરથી પોલીસના માણસોને જોતા કાર રોડની સાઇડ ઉપર મૂકી ચાલક નાસી છૂટ્યો હતો જે કારમાં તપાસ કરતા કાર માંથી દારૂની કુલ નાની બોટલો નંગ 1008, જેની કુલ કિંમત રૂપિયા બે લાખ 83 હજાર 200, તેમજ બ્રેઝા કાર પાંચ લાખ મળી કુલ રૂપિયા 7 લાખ 83 હજાર 200 નો દારૂ અને મુદામાલ કબ્જે લઈ કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો