અમદાવાદના નારોલમાં વીજકરંટથી પતિ પત્નીના મોત થયા.. રોડ પર 3 ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી દપંતી પસાર થતું હતું એ સમયે અચાનક વીજકરંટ લાગ્યો. પત્ની ફસડાઈ પડતાં પતિ તેને બચાવવા ગયો હતો. પરંતુ તેને પણ કરંટ લાગ્યો હતો. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે મંગળવારે 12 કલાકે ડેપ્યુટી મનપા કમિશનરનું નિવેદન સામે આવ્યું છે..